16 views
original description
જીવનનો રાહ
જીવનનો રાહ તું સદા સુરેખ રાખજે,
સ્પર્શે ન કોઇ ડાઘ, દેખરેખ રાખજે.
વિચલિત ના થવાય સત્ય પંથથી કદી,
નજરો સમક્ષ કર્મનો આલેખ રાખજે.
ચંચળ સદા કહી છે આ માનવ મનોદશા,
સ્થિરતાનાં મન-કિતાબમાં ઉલ્લેખ રાખજે.
સ્વાર્પણનો બોધપાઠ તું સદાય શીખજે,
સૂરજ-શશીની ટેક મીનમેખ રાખજે .
જગની મલીનતા અને ખારાશ પી જજે,
સાગર બનીને સેવાનો તું ભેખ રાખજે.
આ જન્મ બોજ ના બન્યો કોઇનો કદી “રવિ”,
મૃત્યુ પછીયે ના બને, એ વિવેક રાખજે
શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય
add a comment